અમે એટલે..
દેવીશ્રી એગ્રી કેર..
હા… રાસાયણિક ખાતરના વધતા જતા ઉપયોગથી થતી…
- ઓછી ને ઓછી ફળદ્રુપ થતી જતી જમીન… ખેતરો…
- પોષક તત્વોને બદલે છૂપા ઝેર થી ભરેલા અનાજ, શાકભાજી અને ફળ…
- માનવીના આરોગ્ય સાથે ભયંકર જોખમી રમત…
- વધુ ખર્ચ અને ઓછું ઉપાદન…ખેડૂતની બેહાલી…
- અને આ બધા ઉપરાંત…ખેડૂતોના જીવ નું જોખમ તો ખરૂં જ…
આ બધા અનિષ્ટો દૂર કરી ગુજરાતના તમામ ખૂણે ઓર્ગેનિક ખેતી દ્વારા સમૃધ્ધ ખેડૂત અને તંદુરસ્ત સમાજનું ઘડતર કરવા કટિબધ્ધ કંપની એટલે… દેવીશ્રી એગ્રી કેર
આધુનિક નેનો ટેકનોલોજી ના આદર્શ ઉપયોગ દ્વારા સમગ્ર વિશ્વમાં સહુ પ્રથમ બાયો કેપ્સ્યુલ ખાતર દ્વારા કૃષિ ક્ષેત્રે નવી જ ક્રાંતિ સર્જવા સંકલ્પબધ્ધ કંપની એટલે… દેવીશ્રી એગ્રી કેર
- રાસાયણિક ખાતરના પ્રમાણમાં બહુ ઓછો ખર્ચ
- જમીન વધુ ને વધુ ફળદ્રુપ બને
- પાકને થતા વિવિધ રોગ સામે રક્ષણ
- પાકનું ધાર્યા કરતાં ઘણું વધારે ઉત્પાદન
- બહુ ઓછા પાણી ની જરૂરિયાત
- ખાતરની મોટી મોટી થેલીઓને બદલે માત્ર ખિસ્સામાં રાખી શકાય એવી ખાતરની કેપ્સ્યુલ
- સંપૂર્ણપણે કુદરતી પાક… અનાજ કઠોળ શાકભાજી કે ફળ…પોષક તત્વો થી ભરપૂર… આરોગ્યને નુકશાનકર્તા ઝેરી તત્વો થી છૂટકારો
- અને સહુથી શ્રેષ્ઠ…ખેડૂત ઉપર જીવનું જોખમ તો જરા પણ નહિ…
ટૂંકમાં ખેતીથી દૂર ભાગતો કિસાન પરિવાર ખેતરમાં જ આનંદ કરે ચિંતામુક્ત બને…સમૃધ્ધ બને…
દેવીશ્રી એગ્રી કેર એટલે… ભારતની ૧૭ સ્ટાર્ટઅપ કંપનીમાં જેનો સમાવેશ થયો છે… ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી એ જેની પ્રશંશા કરી છે…
વર્ષોના વૈજ્ઞાનિક સંશોધન પછી જેણે આધુનિક નેનો ટેકનોલોજી ના આદર્શ ઉપયોગ દ્વારા તૈયાર કરેલી ઉત્પાદનમાં સચોટ…વાપરવામાં સરળ અને..ખેડૂતો માટે સલામત… ખેતી માટે ખરા અર્થમાં ચમત્કારિક કેપ્સ્યુલ… ના વિશ્વમાં સહુ પ્રથમ ઉત્પાદક કોડાગુ એગ્રીટેક… ના ગુજરાતના સોલ ડિસ્ટ્રીબ્યૂટર