Skip links
02 Product

પાવરકેપ (POWERCAP)

પાકના વિકાસ માટે સહુથી વધારે જરૂરી છે પાકને મદદકર્તા માઇક્રો ઓર્ગેનિઝમ્સ નો ઉપયોગ. આ માટે સામાન્યપણે ટેલ્ક અને લિગ્નાઇટ જેવા મટીરીયલનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે પરંતુ મોટા પેકીંગમાં ભરી રાખેલા આવા ખાતર કેટલીકવાર બોજારૂપ બની જાય છે. સમય જતાં માઇક્રો ઓર્ગેનિઝમ્સ ઉત્પન્ન કરવાની એની ક્ષમતા પણ ઘટે છે અને એની અસરકારકતાની લાઇફ પણ ઘટે છે. છેવટે ધાર્યું પરિણામ મળતું નથી.

નેનો ટેકનોલોજીએ ખાતરની આ મર્યાદાને દૂર કરી નાંખી છે. બાયો કેપ્સ્યુલ ની આ ટેકનોલોજી ઓર્ગેનિક ખેતી માટે એક નવો જ ચમત્કાર લઇ ને આવી છે. સખત જીલેટીનમાં એક નાનકડી કેપ્સ્યુલમાં સમાવાયેલ રીઝોબેક્ટેરીયા જોતજોતામાં લાખો કરોડો અબજો ની સંખ્યામાં ઉત્પન્ન થઇ જાય છે અને પાકનો વિકાસ અનેકગણો વધારી દે છે.

મૂળના વિકાસ માટે સૌથી મદદકર્તા છે રીઝોબેક્ટેરીયા જેની જૈવિક ફળદ્રુપતા પર સીધી અસર થાય છે અને આડકતરી રીતે એ રોગ પર કાબુ મેળવે છે. આના કારણે દરેક પાક માટે બહુ ઓછા ખાતરની જરૂર પડે છે અને પાકનો ઉતારો વધે છે.

પાવરકેપના ફાયદા :

ખેતીના મુખ્ય પાક તેમજ બાગાયતી પાક અને શાકભાજી દરેક માટે બહુ ઉપયોગી છે

મૂળ નો વિકાસ કરે છે. જમીન ને ફળદ્રુપ બનાવે છે અને પાકનો ઉતારો વધારે છે

નાઇટ્રોજન ખાતરની જરૂરિયાત ૨૫% ઘટાડે છે.

જમીનજન્ય ફૂગ સામે રક્ષણ આપે છે

પર્યાવરણની જાળવણી કરે છે

એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવવા લઇ જવા માં સરળ છે.

સાચવવા માટે ફ્રીજ ની જરૂર નથી. સામાન્ય રૂમના તાપમાનમાં સાચવી શકાય છે

બહુ ઓછા માણસોથી કામ થઇ શકે છે.

ટપક પધ્ધતિ માટે પણ અસરકારક છે

વાપરવાની રીત :

એક લિટર ગરમ કરીને ઠંડા કરેલા પાણીમાં એક કેપ્સ્યુલ નાંખી એને એક રાત માટે રહેવા દો. સવારે ૧૦૦ લિટર પાણીમાં આ પાણીને ઉમેરી તેને પાક મુજબ સિંચાઇના ઉપયોગમાં લો.

શાકભાજી અને વેલાની વનસ્પતિ માટે આ પાણી મૂળમાં રેડો. ૧૦ લિટર પાણી ૩૦ થી ૫૦ વેલા માટેવાપરવું

દરેક પાક માટે ૧૦૦ લિટર પાણી એક એકર માટે જરૂરી છે

નર્સરી માટે કોથળી ભરતી વખતે ૧૦૦ મિ.લી. પાણીને ખાતરમાં ભેળવી દો.

This website uses cookies to improve your web experience.
દેવીશ્રી અગ્રીકેર
ગુજરાતના સોલ ડિસ્ટ્રીબ્યુટર
ડીલરશીપ માટે સંપર્ક કરો
+91 80 10 10 89 89
દેવીશ્રી અગ્રીકેર
ગુજરાતના સોલ ડિસ્ટ્રીબ્યુટર
ડીલરશીપ માટે સંપર્ક કરો
+91 80 10 10 89 89
Home
Contact Us