


#ખાતરહવેખિસ્સામાં
ઓર્ગેનિક ખેતી એટલે… ચિંતામુક્ત ખેડૂત અને તંદુરસ્ત સમાજ
Subscribe for updates.
સજીવ ખેતી (Organic Farming) માં નવું સોપાન
જમીન ઝેરી…
પાક ઝેરી…
માનવીના શરીર ઝેરી…
આવી ખેતીનો કોઇ અર્થ ખરો ?

ટ્રાયકો કેપ (TRICHOCAP)
પાકના વિકાસ માટે સહુથી વધારે જરૂરી છે પાકને મદદકર્તા માઇક્રો ઓર્ગેનિઝમ્સ નો ઉપયોગ. આ માટે સામાન્યપણે ટેલ્ક અને લિગ્નાઇટ જેવા મટીરીયલનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે પરંતુ મોટા પેકીંગમાં ભરી રાખેલા આવા ખાતર કેટલીકવાર બોજારૂપ બની જાય છે.
સમય જતાં માઇક્રો ઓર્ગેનિઝમ્સ ઉત્પન્ન કરવાની એની ક્ષમતા પણ ઘટે છે અને એની અસરકારકતાની લાઇફ પણ ઘટે છે. છેવટે ધાર્યું પરિણામ મળતું નથી. નેનો ટેકનોલોજીએ ખાતરની આ મર્યાદાને દૂર કરી નાંખી છે. બાયો કેપ્સ્યુલ ની આ ટેકનોલોજી ઓર્ગેનિક ખેતી માટે એક નવો જ ચમત્કાર લઇ ને આવી છે.
સખત જીલેટીનમાં એક નાનકડી કેપ્સ્યુલમાં સમાવાયેલ રીઝોબેક્ટેરીયા જોતજોતામાં લાખો કરોડો અબજો ની સંખ્યામાં ઉત્પન્ન થઇ જાય છે અને પાકનો વિકાસ અનેકગણો વધારી દે છે. એટલું જ નહિ ટ્રાયકોકેપ માં સમાવાયેલ ટ્રાયકોડર્મા હર્ઝીનમ ઉત્તમ બાયોકન્ટ્રોલ નું કામ કરે છે.
ખાસ કરીને પાકના વિકાસની સાથે સાથે પાકને થતા રોગ અને ખાસ ફૂગ સામે રક્ષણાત્મક કવચ સર્જે છે જેને કારણે પાકને નુકશાન થવાનો ભય રહેતો નથી. ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ બાયોટેકનોલોજી એન્ડ ટોક્સીકોલોજી (IIABT) દ્વારા સેન્ટ્રલ ઇનસેક્ટીસાઇડ્સ બોર્ડ એન્ડ રજીસ્ટ્રેશન કમિટિ ની ગાઇડલાઇન મુજબ આ કેપ્સ્યુલમાં પેક કરેલ ટી.હર્ઝીનમ ને સંપૂર્ણ સલામત અને બિનજોખમી હોવાનું પ્રમાણિત થયેલ છે.
પાવરકેપ (POWERCAP)
પાકના વિકાસ માટે સહુથી વધારે જરૂરી છે પાકને મદદકર્તા માઇક્રો ઓર્ગેનિઝમ્સ નો ઉપયોગ. આ માટે સામાન્યપણે ટેલ્ક અને લિગ્નાઇટ જેવા મટીરીયલનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે પરંતુ મોટા પેકીંગમાં ભરી રાખેલા આવા ખાતર કેટલીકવાર બોજારૂપ બની જાય છે. સમય જતાં માઇક્રો ઓર્ગેનિઝમ્સ ઉત્પન્ન કરવાની એની ક્ષમતા પણ ઘટે છે અને એની અસરકારકતાની લાઇફ પણ ઘટે છે. છેવટે ધાર્યું પરિણામ મળતું નથી.
નેનો ટેકનોલોજીએ ખાતરની આ મર્યાદાને દૂર કરી નાંખી છે. બાયો કેપ્સ્યુલ ની આ ટેકનોલોજી ઓર્ગેનિક ખેતી માટે એક નવો જ ચમત્કાર લઇ ને આવી છે. સખત જીલેટીનમાં એક નાનકડી કેપ્સ્યુલમાં સમાવાયેલ રીઝોબેક્ટેરીયા જોતજોતામાં લાખો કરોડો અબજો ની સંખ્યામાં ઉત્પન્ન થઇ જાય છે અને પાકનો વિકાસ અનેકગણો વધારી દે છે.
મૂળના વિકાસ માટે સૌથી મદદકર્તા છે રીઝોબેક્ટેરીયા જેની જૈવિક ફળદ્રુપતા પર સીધી અસર થાય છે અને આડકતરી રીતે એ રોગ પર કાબુ મેળવે છે. આના કારણે દરેક પાક માટે બહુ ઓછા ખાતરની જરૂર પડે છે અને પાકનો ઉતારો વધે છે.


એન.પી.કે. કેપ્સ્યુલ (NPK Capsule)
નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ પાકના બંધારણ માટે અત્યંત જરૂરી અને અનિવાર્ય છે. જમીનમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ નું સપ્રમાણ ખાતર જમીનને ફળદ્રુપ બનાવે છે. આ કેપ્સ્યુલ દરેક પાકના મૂળ ઉંડે સુધી ફેલાવવા અને પાકને વિકાસ માટે પૂરતું પોષણ મળી રહે એ માટે ખૂબજ ઉપયોગી છે અને દરેક જાતના પાક માટે ગમે તે સ્ટેજ પર વાપરી શકાય છે.
બેક્ટો પ્લસ (Bacto +)
આ કેપ્સ્યુલમાં બેસીલસ સટિલીસ નો સમાવેશ છે.
દરેક કેપ્સ્યુલમાં દર ગ્રામ દીઠ ૫X૧,00,00,00,00,000 સેલ છે.
છોડના વિકાસ અને પાકના ઉતારમાં વધારો કરે છે.
પાકના નુકશાન કરતા નેમાટોડ, ફૂગ અને બેક્ટેરીયા પર નિયંત્રણ લાવે છે.
ઓર્ગેનિક ખેતી માટે શ્રેષ્ઠ છે.
ઇન્ડોલ એસીટિક એસિડ, ગિબરસિલીન્સ અને સાયટોકિનીસ જેવા તત્વો ના કારણે છોડનો અતિ ઝડપી વિકાસ કરે છે અને જમીનને નુકશાન કરતી જીવાત સામે એન્ટીબાયોટીક નું કામ કરે છે.


જીયો પ્લસ (Geo Plus)
જમીનને ફળદ્રુપ બનાવવા અને પાકના મૂળને જરૂરી પોષક તત્વો પહોંચાડવા માટે સહુથી જરૂરી છે જમીનની અંદર ઉત્પન્ન થતા સજીવો. વિવિધ પ્રકારના અળસિયા જેવા આ સજીવો ( નેમાટોડ્સ ) પાકના વિકાસ માટે જેટલા ઉપયોગી છે એટલા જ અન્ય પ્રકારના કેટલાક સજીવો પાકના વિકાસમાં અવરોધક પણ બને છે અને ટમેટા મરચા કાળાં મરી અને એલચી જેવા પાક માટે નુકશાન કારક બને છે જે મૂળથી જ પાકમાં સડો ઉત્પન્ન કરી ફળ ને બગાડે છે.
જીયો પ્લસ આવા નુકશાનકર્તા અને મૂળમાં સડો કરતા આવા સજીવ અને જીવાત જેવીકે રૂટ નોટ નેમાટોડ્સ, બરોઇંગ નેમાટોડ્સ, સીસ્ટ નેમાટોડ્સ, રૂટ લેસન નેમાટોડ્સ વિગેરે પર નિયંત્રણ કરી એનો નાશ કરે છે પરિણામે પાકને બગડતો બચાવી શકાય છે અને એને થતા જમીનજન્ય રોગ થતા અટકે છે.
સોના પ્લસ (SONA PLUS)
આ પાવડરમાં પેનીસીલીયમ ફીનોફિલીયમ નું શ્રેષ્ઠ બાયો ફોર્મ્યુલેશન છે.
એક ગ્રામ દીઠ ઓછામાં ઓછા ૪x૧,૦૦,૦૦,૦૦,૦૦૦ બેક્ટેરીયા ઉત્પન્ન કરે છે.
છોડ માં ફોસ્ફરસ અને પોટેશીયમ ના પોષક તત્વો વધારે છે.
ફળની સાઇઝ અને વજન વધારે છે.
પોટેશીયમ ખાતરની ૭૦% જરૂરિયાત ઓછી કરે છે.


કેએસબી (પોટેશીયમ સોલ્યુબ્લાઇઝીંગ બેક્ટેરીયા) Potassium Solubilizing Bacteria (KSB)
આ પાવડરમાં પોટેશીયમને પાણીમાં દ્રાવ્ય કરતા બેક્ટેરીયાનું શ્રેષ્ઠ બાયો ફોર્મ્યુલેશન છે.
એક ગ્રામ દીઠ ઓછામાં ઓછા ૫x૧,૦૦,૦૦,૦૦,૦૦૦ બેક્ટેરીયા ઉત્પન્ન કરે છે.
પોટેશિયમ ની જરૂરિયાત ઘટાડે છે.
દરેક પાક અને દરેક પ્રકારની જમીન માટે ઉપયોગી છે.
પીએસબી (ફોસ્ફરસ સોલ્યુબ્લાઇઝીંગ બેક્ટેરીયા) Phosphorous Solubilizing Bacteria (PSB)
આ પાવડરમાં ફોસ્ફરસ્ને પાણીમાં દ્રાવ્ય કરતા બેક્ટેરીયાનું શ્રેષ્ઠ બાયો ફોર્મ્યુલેશન છે.
એક ગ્રામ દીઠ ઓછામાં ઓછા ૫x૧,૦૦,૦૦,૦૦,૦૦૦ બેક્ટેરીયા ઉત્પન્ન કરે છે.
પોટેશિયમ નો જરૂરિયાત ઘટાડે છે.
દરેક પાક અને દરેક પ્રકારની જમીન માટે ઉપયોગી છે.


પ્રોફ્યુઝ (PROFUSE)
હ્યુમિક એસીડ, એમિનો એસિડ અને દરિયાળ શેવાળનું શ્રેષ્ઠ મિશ્રણ ધરાવતું આ દ્રાવણ પાકના વિકાસ અને શ્રેષ્ઠ ઉતારા માટે ઉપયોગી છે.
આ દ્રાવણમાં વિટામિન્સ, ખનીજ, સાયટોકિનીઝ, ઓક્ઝિન્સ, વિગેરેનો સમાવેશ છે જે પાકની ફોટોસિન્થેટીક ક્રિયાને ઝડપી અને સક્ષમ બનાવે છે, પોષક તત્વોને બહુ સરળતાથી પાકમાં ફેલાવે છે જેના કારણે પાક અનેકગણો વધે છે.
પાકને નુકશાન કરતા આસપાસના ઘાસ અને અન્ય વનસ્પતિને અટકાવે છે.
રોગ સામે પ્રતિકાર શક્તિ અને રક્ષણ આપે છે.
રૂટ પ્લસ (ROOTPLUS)
દરિયાઇ શેવાળ સાથે સમૃધ્ધ થયેલ ૧૨% હ્યુમિક એસિડ ધરાવતા આ સોલ્યુશનમાં થડની કોશિકાને ખૂબજ પોષણ મળે છે.
મૂળ લાંબા અને ઉંડા જવામાં મદદરૂપ થાય છે અને બીજને ઝડપથી અંકુરિત કરે છે.
પોટેશીયમ,ફોસ્ફરસ,ફેરસ,કેલ્શિયમ,ઝીંક વિગેરે પોષક તત્વો દ્વારા ચયાપચયની ક્રિયા ઝડપી બનાવે છે.
જમીન ને ફળદ્રુપ બનાવી એની પાણી સંગ્રહની કેપેસીટી વધારે છે.
મૂળમાં જમીનમાંથી ફોસ્ફેટ પ્રાપ્ત કરવાની ક્ષમતા વધારે છે.
સોઇલ કેપ્શન એક્સ્ચેન્જ કેપેસીટી વધારે છે.
