Skip links

સ્થાપક

કિશોરસિંહ રાણા

સાદું જીવન અને ઉચ્ચ વિચાર ધરાવતા.. ખાનદાની રીતે ખેતી સાથે સંકળાયેલા… ભારતના લાખો કરોડો ખેડૂત જેવા જ એક સામાન્ય  માનવી. ફરક માત્ર એટલો જ કે …રાસાયણિક ખાતરનો ઉપયોગ તો ન જ કરવો એવા દ્રઢ સંકલ્પ સાથે.. ખેતીમાં દરેક સીઝનમાં સતત નવા નવા પ્રયોગો કરતા… ક્યારેય નિરાશ ન થતા મહેનતુ વ્યક્તિ…

સમગ્ર દેશના ખેડૂત પરિવારના ઉત્થાન અને ઓર્ગેનિક ખેતી દ્વારા કિસાનોના ઉજળા ભવિષ્ય અને દેશના સાચા વિકાસ માટે સદાય પ્રયત્નશીલ વ્યક્તિ. કૃષિ ક્ષેત્રે થતા અવનવા સંશોધન વિશે જાણકારી મેળવી યોગ્ય લાગે તેવી પ્રોડક્ટનો પોતાના જ ખેતરમાં ઉપયોગ કરી, એ અખતરામાં કોઇ ખતરો નથી એવી પાકી ખાત્રી થાય એટલે શરૂઆતમાં પોતાના ખર્ચે પણ આસપાસના ખેડૂત ભાઇઓને લાભ મળે એવા પ્રયત્નો કર્યા કરતા સીધા સાદા સરળ માનવી.

કોડાગુ એગ્રીટેક ની કેપ્સ્યુલ પ્રોડક્ટ નો સતત ત્રણ વર્ષ સુધી પોતાના ખેતરમાં ઉપયોગ કરી બહુ સારું પરિણામ મેળવ્યા પછી સમગ્ર ગુજરાતના ખેડૂતોને આનો લાભ મળે એ માટે ગુજરાતની ડિસ્ટ્રીબ્યૂટરશીપ લઇ દેવીશ્રી એગ્રી કેર ની સ્થાપના કરી.

વિપુલ તેરૈયા

આપબળે જ આગળ વધવાની નેમ સાથે વિધ્યાર્થી જીવન થી જ સતત મહેનત કરી બહુ ટૂંકા સમયગાળામાં શિક્ષણ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતી પ્લસ એજ્યુકેર અને પ્લસ સોલ્યુશન કંપનીના સ્થાપક.

વિધ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે યોગ્ય માર્ગદર્શન માટે સતત પ્રયત્નશીલ રહેતા સમાજસેવાના ધ્યેય સાથે સદાય અગ્રેસર રહેવા બદલ જેમને પ્રતિષ્ઠિત મિડિયા જૂથ દૈનિક ભાસ્કર દ્વારા જેમને જ્વેલ ઓફ સૌરાષ્ટ્ર જેવો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરાયો છે એવા બિઝનેસમેન.

કિશોરસિંહ રાણાના સરળ અને નિખાલસ વ્યક્તિત્વના પ્રશંશક અને એમની સાથે વર્ષોથી લાગણીના તાંતણે બંધાયેલા વિપુલભાઇએ ગુજરાતના ખેડૂત પરિવારો માટે સમૃધ્ધિની તક સમાન નેનો ટેકનોલોજી દ્વારા તૈયાર કરેલી ઓર્ગેનિક કેપ્સ્યુલના ગુજરાતના સોલ ડિસ્ટ્રીબ્યૂશન માટેની દરખાસ્તને એક જ ક્ષણમાં સ્વીકારી અને દેવીશ્રી એગ્રીકેર ના સ્થાપક તરીકે સહર્ષ જોડાયા…કિશોરસિંહ રાણા નો વર્ષોનો ક્રુષિ અનુભવ અને વિપુલ તેરૈયાની બિઝનેસ કુશળતાનું સુભગ પરિણામ એટલે જ દેવીશ્રી એગ્રીકેર.

This website uses cookies to improve your web experience.
દેવીશ્રી અગ્રીકેર
ગુજરાતના સોલ ડિસ્ટ્રીબ્યુટર
ડીલરશીપ માટે સંપર્ક કરો
+91 80 10 10 89 89
દેવીશ્રી અગ્રીકેર
ગુજરાતના સોલ ડિસ્ટ્રીબ્યુટર
ડીલરશીપ માટે સંપર્ક કરો
+91 80 10 10 89 89
Home
Contact Us