Skip links

જીયો પ્લસ (Geo Plus)

જમીનને ફળદ્રુપ બનાવવા અને પાકના મૂળને જરૂરી પોષક તત્વો પહોંચાડવા માટે સહુથી જરૂરી છે જમીનની અંદર ઉત્પન્ન થતા સજીવો. વિવિધ પ્રકારના અળસિયા જેવા આ સજીવો ( નેમાટોડ્સ ) પાકના વિકાસ માટે જેટલા ઉપયોગી છે એટલા જ અન્ય પ્રકારના કેટલાક સજીવો પાકના વિકાસમાં અવરોધક પણ બને છે અને ટમેટા મરચા કાળાં મરી અને એલચી જેવા પાક માટે નુકશાન કારક બને છે જે મૂળથી જ પાકમાં સડો ઉત્પન્ન કરી ફળ ને બગાડે છે.

જીયો પ્લસ આવા નુકશાનકર્તા અને મૂળમાં સડો કરતા આવા સજીવ અને જીવાત જેવીકે રૂટ નોટ નેમાટોડ્સ, બરોઇંગ નેમાટોડ્સ, સીસ્ટ નેમાટોડ્સ, રૂટ લેસન નેમાટોડ્સ વિગેરે પર નિયંત્રણ કરી એનો નાશ કરે છે પરિણામે પાકને બગડતો બચાવી શકાય છે અને એને થતા જમીનજન્ય રોગ થતા અટકે છે.

વાપરવાની રીત:

છાણિયા ખાતર તેમજ તમામ પ્રકારના ખોળમાં ૫૦ ગ્રામ જીયો પ્લસ પાવડર મિક્સ કરી પાકના મૂળમાં આપવું.

એક ટન કમ્પોસ્ટમાં ૬ થી ૮ કીલો જીયો પ્લસ પાવડર ઉમેરવું એ શ્રેષ્ઠ પરિણામ આપે છે.

જમીનમાં જ્યારે પૂરતો ભેજ હોય ત્યારે વર્ષમાં બે વાર આ ખાતર નો ઉપયોગ કરવાથી શ્રેષ્ઠ પરિણામ મળે છે.

Home
Account
Cart
Search