#ખાતરહવેખિસ્સામાં
ઓર્ગેનિક ખેતી એટલે… ચિંતામુક્ત ખેડૂત અને તંદુરસ્ત સમાજ
Subscribe for updates.
સજીવ ખેતી (Organic Farming) માં નવું સોપાન
જમીન ઝેરી…
પાક ઝેરી…
માનવીના શરીર ઝેરી…
આવી ખેતીનો કોઇ અર્થ ખરો ?
ટ્રાયકો કેપ (TRICHOCAP)
પાકના વિકાસ માટે સહુથી વધારે જરૂરી છે પાકને મદદકર્તા માઇક્રો ઓર્ગેનિઝમ્સ નો ઉપયોગ. આ માટે સામાન્યપણે ટેલ્ક અને લિગ્નાઇટ જેવા મટીરીયલનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે પરંતુ મોટા પેકીંગમાં ભરી રાખેલા આવા ખાતર કેટલીકવાર બોજારૂપ બની જાય છે.
સમય જતાં માઇક્રો ઓર્ગેનિઝમ્સ ઉત્પન્ન કરવાની એની ક્ષમતા પણ ઘટે છે અને એની અસરકારકતાની લાઇફ પણ ઘટે છે. છેવટે ધાર્યું પરિણામ મળતું નથી. નેનો ટેકનોલોજીએ ખાતરની આ મર્યાદાને દૂર કરી નાંખી છે. બાયો કેપ્સ્યુલ ની આ ટેકનોલોજી ઓર્ગેનિક ખેતી માટે એક નવો જ ચમત્કાર લઇ ને આવી છે.
સખત જીલેટીનમાં એક નાનકડી કેપ્સ્યુલમાં સમાવાયેલ રીઝોબેક્ટેરીયા જોતજોતામાં લાખો કરોડો અબજો ની સંખ્યામાં ઉત્પન્ન થઇ જાય છે અને પાકનો વિકાસ અનેકગણો વધારી દે છે. એટલું જ નહિ ટ્રાયકોકેપ માં સમાવાયેલ ટ્રાયકોડર્મા હર્ઝીનમ ઉત્તમ બાયોકન્ટ્રોલ નું કામ કરે છે.
ખાસ કરીને પાકના વિકાસની સાથે સાથે પાકને થતા રોગ અને ખાસ ફૂગ સામે રક્ષણાત્મક કવચ સર્જે છે જેને કારણે પાકને નુકશાન થવાનો ભય રહેતો નથી. ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ બાયોટેકનોલોજી એન્ડ ટોક્સીકોલોજી (IIABT) દ્વારા સેન્ટ્રલ ઇનસેક્ટીસાઇડ્સ બોર્ડ એન્ડ રજીસ્ટ્રેશન કમિટિ ની ગાઇડલાઇન મુજબ આ કેપ્સ્યુલમાં પેક કરેલ ટી.હર્ઝીનમ ને સંપૂર્ણ સલામત અને બિનજોખમી હોવાનું પ્રમાણિત થયેલ છે.
પાવરકેપ (POWERCAP)
પાકના વિકાસ માટે સહુથી વધારે જરૂરી છે પાકને મદદકર્તા માઇક્રો ઓર્ગેનિઝમ્સ નો ઉપયોગ. આ માટે સામાન્યપણે ટેલ્ક અને લિગ્નાઇટ જેવા મટીરીયલનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે પરંતુ મોટા પેકીંગમાં ભરી રાખેલા આવા ખાતર કેટલીકવાર બોજારૂપ બની જાય છે. સમય જતાં માઇક્રો ઓર્ગેનિઝમ્સ ઉત્પન્ન કરવાની એની ક્ષમતા પણ ઘટે છે અને એની અસરકારકતાની લાઇફ પણ ઘટે છે. છેવટે ધાર્યું પરિણામ મળતું નથી.
નેનો ટેકનોલોજીએ ખાતરની આ મર્યાદાને દૂર કરી નાંખી છે. બાયો કેપ્સ્યુલ ની આ ટેકનોલોજી ઓર્ગેનિક ખેતી માટે એક નવો જ ચમત્કાર લઇ ને આવી છે. સખત જીલેટીનમાં એક નાનકડી કેપ્સ્યુલમાં સમાવાયેલ રીઝોબેક્ટેરીયા જોતજોતામાં લાખો કરોડો અબજો ની સંખ્યામાં ઉત્પન્ન થઇ જાય છે અને પાકનો વિકાસ અનેકગણો વધારી દે છે.
મૂળના વિકાસ માટે સૌથી મદદકર્તા છે રીઝોબેક્ટેરીયા જેની જૈવિક ફળદ્રુપતા પર સીધી અસર થાય છે અને આડકતરી રીતે એ રોગ પર કાબુ મેળવે છે. આના કારણે દરેક પાક માટે બહુ ઓછા ખાતરની જરૂર પડે છે અને પાકનો ઉતારો વધે છે.
એન.પી.કે. કેપ્સ્યુલ (NPK Capsule)
નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ પાકના બંધારણ માટે અત્યંત જરૂરી અને અનિવાર્ય છે. જમીનમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ નું સપ્રમાણ ખાતર જમીનને ફળદ્રુપ બનાવે છે. આ કેપ્સ્યુલ દરેક પાકના મૂળ ઉંડે સુધી ફેલાવવા અને પાકને વિકાસ માટે પૂરતું પોષણ મળી રહે એ માટે ખૂબજ ઉપયોગી છે અને દરેક જાતના પાક માટે ગમે તે સ્ટેજ પર વાપરી શકાય છે.
બેક્ટો પ્લસ (Bacto +)
આ કેપ્સ્યુલમાં બેસીલસ સટિલીસ નો સમાવેશ છે.
દરેક કેપ્સ્યુલમાં દર ગ્રામ દીઠ ૫X૧,00,00,00,00,000 સેલ છે.
છોડના વિકાસ અને પાકના ઉતારમાં વધારો કરે છે.
પાકના નુકશાન કરતા નેમાટોડ, ફૂગ અને બેક્ટેરીયા પર નિયંત્રણ લાવે છે.
ઓર્ગેનિક ખેતી માટે શ્રેષ્ઠ છે.
ઇન્ડોલ એસીટિક એસિડ, ગિબરસિલીન્સ અને સાયટોકિનીસ જેવા તત્વો ના કારણે છોડનો અતિ ઝડપી વિકાસ કરે છે અને જમીનને નુકશાન કરતી જીવાત સામે એન્ટીબાયોટીક નું કામ કરે છે.
જીયો પ્લસ (Geo Plus)
જમીનને ફળદ્રુપ બનાવવા અને પાકના મૂળને જરૂરી પોષક તત્વો પહોંચાડવા માટે સહુથી જરૂરી છે જમીનની અંદર ઉત્પન્ન થતા સજીવો. વિવિધ પ્રકારના અળસિયા જેવા આ સજીવો ( નેમાટોડ્સ ) પાકના વિકાસ માટે જેટલા ઉપયોગી છે એટલા જ અન્ય પ્રકારના કેટલાક સજીવો પાકના વિકાસમાં અવરોધક પણ બને છે અને ટમેટા મરચા કાળાં મરી અને એલચી જેવા પાક માટે નુકશાન કારક બને છે જે મૂળથી જ પાકમાં સડો ઉત્પન્ન કરી ફળ ને બગાડે છે.
જીયો પ્લસ આવા નુકશાનકર્તા અને મૂળમાં સડો કરતા આવા સજીવ અને જીવાત જેવીકે રૂટ નોટ નેમાટોડ્સ, બરોઇંગ નેમાટોડ્સ, સીસ્ટ નેમાટોડ્સ, રૂટ લેસન નેમાટોડ્સ વિગેરે પર નિયંત્રણ કરી એનો નાશ કરે છે પરિણામે પાકને બગડતો બચાવી શકાય છે અને એને થતા જમીનજન્ય રોગ થતા અટકે છે.