ટ્રાયકો કેપ (TRICHOCAP)
પાકના વિકાસ માટે સહુથી વધારે જરૂરી છે પાકને મદદકર્તા માઇક્રો ઓર્ગેનિઝમ્સ નો ઉપયોગ. આ માટે સામાન્યપણે ટેલ્ક અને લિગ્નાઇટ જેવા મટીરીયલનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે પરંતુ મોટા પેકીંગમાં ભરી રાખેલા આવા ખાતર કેટલીકવાર બોજારૂપ બની જાય છે.
સમય જતાં માઇક્રો ઓર્ગેનિઝમ્સ ઉત્પન્ન કરવાની એની ક્ષમતા પણ ઘટે છે અને એની અસરકારકતાની લાઇફ પણ ઘટે છે. છેવટે ધાર્યું પરિણામ મળતું નથી. નેનો ટેકનોલોજીએ ખાતરની આ મર્યાદાને દૂર કરી નાંખી છે. બાયો કેપ્સ્યુલ ની આ ટેકનોલોજી ઓર્ગેનિક ખેતી માટે એક નવો જ ચમત્કાર લઇ ને આવી છે.
સખત જીલેટીનમાં એક નાનકડી કેપ્સ્યુલમાં સમાવાયેલ રીઝોબેક્ટેરીયા જોતજોતામાં લાખો કરોડો અબજો ની સંખ્યામાં ઉત્પન્ન થઇ જાય છે અને પાકનો વિકાસ અનેકગણો વધારી દે છે. એટલું જ નહિ ટ્રાયકોકેપ માં સમાવાયેલ ટ્રાયકોડર્મા હર્ઝીનમ ઉત્તમ બાયોકન્ટ્રોલ નું કામ કરે છે.
ખાસ કરીને પાકના વિકાસની સાથે સાથે પાકને થતા રોગ અને ખાસ ફૂગ સામે રક્ષણાત્મક કવચ સર્જે છે જેને કારણે પાકને નુકશાન થવાનો ભય રહેતો નથી. ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ બાયોટેકનોલોજી એન્ડ ટોક્સીકોલોજી (IIABT) દ્વારા સેન્ટ્રલ ઇનસેક્ટીસાઇડ્સ બોર્ડ એન્ડ રજીસ્ટ્રેશન કમિટિ ની ગાઇડલાઇન મુજબ આ કેપ્સ્યુલમાં પેક કરેલ ટી.હર્ઝીનમ ને સંપૂર્ણ સલામત અને બિનજોખમી હોવાનું પ્રમાણિત થયેલ છે.
ટ્રાયકો કેપના ફાયદા:
અનાજ કઠોળ અને બાગાયતી દરેક પ્રકારના પાક માટે અસરકારક છે.
પાકના મૂળનો વિકાસ ખૂબજ વધારે છે જેના કારણે પાકને સરળતાથી પોષણ મળે છે અને પાકનો ઉતારો વધુ આવે છે.
પાકને જમીનજ્ન્ય ફૂગ થી રક્ષણ આપે છે.
પર્યાવરણને અસર કરતા રાસાયણિક ખાતર ની સામે આ કેપ્સ્યુલ પર્યાવરણને થતા નુકસાન થી બચાવે છે.
વજનદાર થેલીઓને બદલે નાનકડી કેપ્સ્યુલ.. હેરફેર અને વાપરવામાં સરળ
બહુ ઓછા માણસો દ્વારા કામ થઇ શકે છે.
સામાન્ય રૂમના તાપમાનમાં રાખી શકાય છે.
ડ્રીપ ઇરિગેશન પધ્ધતિમાં પણ અસરકારક
વાપરવાની રીત:
દરેક ટ્રાયકોકેપ કેપ્સ્યુલમાં ૧૦૯ પ્રોપેગ્યુલ્સ હોય છે.
ગરમ કરીને ઠંડા કરેલા એક લિટર પાણીમાં એક કેપ્સ્યુલ નાંખી એને એક રાત માટે રાખી દો. સવારે એ એક લિટર પાણીને બીજા ૧૦૦ લિટર પાણીમાં ઉમેરી દો.